Skip to main content
Settings Settings for Dark

અવંતીપુરામાં આતંકી હુમલો, CRPFના 43 જવાનો શહીદ

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરામાં આતંકવાદી હુમલો થયાની ઘટના બની છે. આ ઘટનામાં 43 જવાનો શહીદ થયા છે. 

    અવંતીપુરામાં શ્રીનગર હાઈવે પરથી સીઆરપીએફનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ આતંકવાદીઓએ અંધાધૂધ રીતે ફાયરિંગ કર્યું હતું. 

    આ આતંકી ઘટનામાં 43 જવાનો શહીદ થયા છે, અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સીઆરપીએફની 54 બટાલિયન હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનાની લોકો નિંદા કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ પણ આ નિંદાને વખોડી કાઢી છે. 

    સમગ્ર દેશમાંથી આ અંગે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. ગૃહમંત્રી આવતીકાલે જમ્મુ કાશ્મીર જશે. હાલ સુરક્ષાદળોએ વિસ્ફોટ સ્થળની આસપાસના સ્થળો પર તપાસ અભિયાન આરંભી દીધુ છે, સાથે જ અવંતીપુરાથી લઇને બીજ બેહાડા સુધીના હાઇવે પર વાહનોની અવરજવર રોકી દીધી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply