કેન્દ્ર સરકારની બિહારને ભેટઃ પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી
Live TV
-
કેન્દ્ર સરકારે બિહારને એક મોટી ભેટ આપી છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પટના મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. લગભગ 32 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં બે કોરીડોર બનશે. જેના કારણે પટનાની અવરજવર વ્યવસ્થાને વધારે મજબૂતી મળશે.
આ સાથે કેબિનેટ બેઠકમાં શણનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવા ઉપરાંત અનુસૂચિત જનજાતિના લોકોના વિકાસ માટે ઘણા નિર્ણયો કર્યા હતા. અનુસૂચિત જનજાતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે તેના સાથે જોડાયેલી યોજનાઓનો કાર્યકાળ 2020 સુધી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
