Skip to main content
Settings Settings for Dark

અસમ ગણ પરિષદ અને ભાજપ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે

Live TV

X
  • અસમ ગણ પરિષદના અધ્યક્ષ અતુલવોરા અને કાર્યકારી અધ્યક્ષ કેશવ મહન્તા તથા પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનના અધ્યક્ષ ,હેમંતબિશ્વેશ્વા પણ બેઠકમાં હાજર હતા. તો આ તરફ પશ્ચિમ બંગાળમાં ,મમતા બેનરજીને બેવડો ઝટકો લાગ્યો હતો.

    ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ રાજનૈતિક ગરમાવા સાથે જોડ તોડની નીતિ પણ તેજ થઈ ગઈ છે. અસમ ગણ પરિષદે ભાજપ સાથે લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. વરિષ્ઠ ભાજપા નેતા રામમાધવની ઉપસ્થિતિમાં ગઈ કાલે ગુહાટીમાં મળેલી બેઠકમાં ,આ નિર્ણય લેવામાં આવ્યો છે. અસમ ગણ પરિષદના અધ્યક્ષ અતુલવોરા અને કાર્યકારી અધ્યક્ષ કેશવ મહન્તા તથા પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનના અધ્યક્ષ ,હેમંતબિશ્વેશ્વા પણ બેઠકમાં હાજર હતા. તો આ તરફ પશ્ચિમ બંગાળમાં ,મમતા બેનરજીને બેવડો ઝટકો લાગ્યો હતો. વર્તમાન સાંસદ અનુપમ હજારા અને ધારાસભ્ય યદુલાલ ચંદ્રએ ,કાલે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. આ ઉપરાંત સીપીઆઈના ધારાસભ્ય ,ખર્ગે પણ ,ભાજપમાં જોડાઈ ગયા હતા.તો આ તરફ મહારાષ્ટ્રમાં પણ ,કોંગ્રેસને મોટો ઝટકો આપતા રાધાકૃષ્ણ વી કે પાટિલના પુત્ર ,સુજય વિકે પાટીલ ,ભાજપમાં જોડાઈ  ગયા. તો દલિત નેતા પ્રકાશ આંબેડકરે પણ ,કોંગ્રેસ કે ભાજપ સાથે જોડાવાના બદલે, તમામ 48 બેઠકો પર  ,પોતાના ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply