કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાયઃ PM નરેન્દ્ર મોદી
Live TV
-
દાંડી માર્ચની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીએ બાપુને યાદ કર્યા હતા. પોતાના બ્લોગમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીજીના વિચારોના વિપરીત રહીને કામ કરવું કોંગ્રેસની સંસ્કૃતિ છે, જ્યારે એનડીએ સરકારે હંમેશા ગરીબોના હિતને ધ્યાનમાં રાખ્યું છે.
દાંડીમાર્ચને યાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દાંડી માર્ચમાં સામેલ થયેલ અનુયાયીઓને શ્રદ્ધાંજલિ આપી હતી, કે જેમણે ન્યાય અને સમાનતાની ખોજ માટે દાંડી માર્ચમાં ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે, ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે, કોઈ પણ કાર્ય કરતા પહેલા સમાજના ગરીબમાં ગરીબ વ્યક્તિની સમસ્યાઓ વિશે વિચારો અને આપણું કાર્ય તેમને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે. મને કહેતા ગર્વ થાય છે કે અમારી સરકારે દરેક ક્ષેત્રમાં જે પણ કાર્યો કર્યાં છે, તેમાં ગાંધીજીના ચિંતનને ધ્યાનમાં રાખ્યા છે.
દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસની સંસ્કૃતિ ગાંધીવાદી વિચારધારાથી બિલકુલ વિપરીત થઈ ચૂકી છે. બાપુએ કહ્યું હતું કે, મારા માટે ભારતની સાચી આઝાદી તે છે, જ્યારે દેશવાસીઓમાં ભાઈચારાની ભાવના અતૂટ રીતે થાય. દુઃખની વાત છે કે કોંગ્રેસે સમાજને વિભાજિત કરવામાં ક્યારેય સંકોચ કર્યો નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અમારી સરકારે ભ્રષ્ટાચારીઓને સજા આપવા માટે કડક પગલાં લીધા છે, પરંતુ દેશે જોયું છે કે કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે. તમે કોઈપણ સેક્ટરનું નામ લો, તેમાં તમને કોંગ્રેસના કૌભાંડ જોવા મળી જશે.
