અહેમદ પટેલની રાજ્ય સભા ચૂંટણીમાં જીતને હાઇકોર્ટમાં પડકાર
Live TV
-
બળવંતસિંહ રાજપૂત દ્વારા હાઇકોર્ટમાં કરવામાં અવ્યો પડકાર
રાજ્ય સભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને બળવંતસિંહ રાજપૂત દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. તેને લઇને બળવંતસિંહ વતી તમામ સાક્ષીઓની જુબાની પૂર્ણ થતાં આજે અહેમદ પટેલ કોર્ટમાં હાજર થયા હતા અને હાઇકોર્ટમાં તેમનું નિવેદન લેવાયું હતું અને તેમણે કોર્ટમાં એફીડેવીટ રજૂ કરી તેમના પર લાગેલા આક્ષેપો નકાર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ ના નેતાઓ હાજર રહ્યા હતા. અહેમદ પટેલના વકીલ તરીકે પી.ચિદમ્બરમે સિનિયર વકીલ તરીકે હાજરી આપી હતી. જ્યારે બળવંતસિંહ રાજપૂત વતી સિનિયર એડવોકેટ સત્યપાલ જૈન કોર્ટમાં હાજર રહ્યા હતા.
