TDPના રાજ્યસભાના 4 સાંસદ ભાજપમાં જોડાયા
Live TV
-
તેલુગુ દેશમ પાર્ટી માટે મોટો ફટકો
ટી.ડી.પી.ના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુને લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ વધુ એક માઠા સમાચારનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ટી.ડી.પી.ના ચાર રાજ્ય સભાના સાંસદ પોતાનો પક્ષ છોડીને બી.જે.પી.માં જોડાઈ ગયા છે. રાજ્ય સભામાં છ સભ્યો ધરાવતી ટી.ડી.પી.ના ચાર સભ્યોએ અલગ જૂથ બનાવીને ભાજપને સમર્થન કરવાની જાહેરાત કરી છે. આ અગાઉ ટી.ડી.પી. એટલે તેલુગુ દેશમ પાર્ટીથી અલગ જૂથ બનાવનારા ચાર સભ્યોએ રાજ્યસભાના સભાપતિ ,એમ. વેંકૈયા નાયડુને પત્ર લખીને તેમના નિર્ણય થી અવગત કર્યા હતા.
