આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કાર્યક્રમનું આયોજન કરાયું
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ નવી દિલ્હી રેડ કોર્ટ ખાતે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કાર્યક્રમનું આયોજન થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમમાં ભાગ લઈને લોકોને યોગ અપનાવવા અપીલ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ નવી દિલ્હી રેડ કોર્ટ ખાતે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દિલ્હીના ભાજપા મુખ્યાલય નજીકના બગીચામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. ભાજપાના કાર્યકરી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પક્ષના કાર્યકરો સાથે અહીં યોગ કર્યા હતા. પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.
