યોગ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ, તણાવ મુક્ત જીવન માટે યોગને જીવન ચર્યામાં અપનાવવા પ્રધાનમંત્રીનું આહૃવાન
Live TV
-
પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્વની ઉજવણી માટે ઝારખંડના રાંચી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય યોગા કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું
પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્વની ઉજવણી માટે ઝારખંડના રાંચી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય યોગા કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત યોગ કાર્યક્રમમાં કેન્દ્રિય આષુય મંત્રાલયના મંત્રી શ્રીપદ યશો નાઈક, ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસ, રાજ્યના રાજ્યપાલ દ્રોપદી મુરમુ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યોગ આપણી સંસ્કૃતિનો ભાગ છે અને બધાને તેનો લાભ લેવો જોઈએ. તંદુરસ્તી જાળવવા માત્ર દવાઓ જ ઉપયોગી નથી. યોગ હૃદયરોગને પણ રોકી શકે છે. ગરીબો નિયમીત યોગ કરીને કોઈ ખર્ચ વિના આરોગ્યની જાળવણી કરી શકે છે. પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વમાં યોગના થઈ રહેલા વિસ્તારની યાદ અપાવતાં એ વાતનું પણ સ્મરણ કરાવ્યું હતું કે, આ વર્ષે યોગ ફોર હાર્ટ કેરના થીમ પર યોગનું આયોજન થઈ રહ્યું છે. કાર્યક્રમના સમાપન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો, બાળકોના અભિવાદનનો ખૂબ નજીક જઈને સ્વીકાર કર્યો હતો.
