આંતરાષ્ટ્રિય યોગ દિવસ મીડિયા સન્માન પ્રદાન કરશે
Live TV
-
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર આજે પહેલા આંતરાષ્ટ્રિય યોગ દિવસ મીડિયા સન્માન પ્રદાન કરશે. યોગ દિવસે શ્રેષ્ઠ કવરેજ માટે મીડિયા હાઉસને સન્માનિત કરાશે. વિભિન્ન્ શ્રેણી હેઠળ આ સન્માન આપવામાં આવશે. જેના હેઠળ ત્રીસ સન્માન આપવામાં આવશે, 11 સન્માન સમાચાર પત્રોને શ્રેષ્ઠ કવરેજ આપવા માટે અપાશે, જ્યારે આઠ સન્માન ટીવી ચેનલોને શ્રેષ્ઠ કવરેજ માટે અપાશે. તો 11 સન્માન રેડિયોને અપાશે.
