આંદામાન સાગરમાં ભારત અને સિંગાપુર વચ્ચે શરૂ થશે દ્વીપક્ષિય સમુદ્રી યુદ્ધાભ્યાસ
Live TV
-
આંદામાન સાગરમાં ભારત અને સિંગાપુર વચ્ચે દ્વીપક્ષિય સમુદ્રી યુદ્ધાભ્યાસ શરૂ થઈ રહ્યો છે. સોમવારથી બુધવાર સુધી ચાલનારા આ ૨૭માં ભારત-સિંગાપુર દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ સિમ્બેક્સ ૨૦૨૦ની યજમાની ભારતીય નેવી કરવાનું છે.
આ છે યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ
ભારતીય નેવી અને રિપબ્લિક ઓફ સિંગાપુર નેવી વચ્ચે ૧૯૯૪ થી દર વર્ષે આયોજિત થનાર યુદ્ધ અભ્યાસ સિમ્બેક્સ શ્રેણીનો ઉદ્દેશ આપસી અંતર સંચાલનને વધારવાનો અને એકબીજાની સર્વોત્તમ પ્રથાઓને શીખવાનો છે. બંને દેશ સમગ્ર સમુદ્રી સુરક્ષાને વધારવા અને એક નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે.
