જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરી કર્યું સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન, નૌશેરામાં ગોળીબાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરી એક વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. નૌશેરામાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. તો જમ્મુ-કાશ્મીરના સામા જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાસે 30 થી 40 કિલોમીટર લાંબી સુરંગ મળી આવી છે.
પેટ્રોલિંગ દરમિયાન સુરંગ મળી આવી
બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા તે દરમિયાન આ સુરંગ મળી આવી હતી. જમ્મુમાં બી.એસ.એફના આઈજી એન.એસ જામવાલાએ જણાવ્યું હતું કે, ઈંટરનેશનલ બોર્ડર પર આ સુરંગ મળવાનો અર્થ છે કે પાકિસ્તાની સેના આંતકવાદીઓની મદદ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સુરંગ દ્વારા નગરોટાના એન્કાઉન્ટરમાં સામેલ આતંકવાદીઓએ ઘુસણખોરી કરી હોવાની શક્યતા છે.
