દેશમાં શું છે કોરોનાની સ્થિતિ? વાંચો વિગતે
Live TV
-
દેશમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 49 હજાર 715 લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. તેની સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 85 લાખ 21 હજાર 617 દર્દીઓ સાજા થયાં છે. સ્વસ્થ થવાનો દર 93.69 ટકા થયો છે. દેશમાં હાલ કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 4 લાખ 40 હજાર 962 છે.
દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 5,879 નવા કેસ
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 10 લાખ 75 હજાર 326 નમુનાનું પરિક્ષણ કરીને કોરોનાના વધતા પ્રમાણને રોકવા માટેનો વધુ એક કિર્તીમાન રચવામાં આવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 13 કરોડ 17 લાખ 33 હજાર 134 કોરોનાના ટેસ્ટ થઈ ચુક્યાં છે. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 5,879 નવા કેસ નોંધાયા છે. જ્યારે 111 લોકોનાં મોત થયાં છે.
કેન્દ્ર અને રાજ્યના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આઈ.સી,યુ. બેડનો પણ વધારો
કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્ર અને રાજ્યના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આઈ.સી,યુ. બેડનો પણ વધારો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા 5,760 કેસ નોંધાયા છે. જ્યારે 4 હજાર 88 લોકો સ્વસ્થ થયાં છે તો 62 લોકોનાં મૃત્યુ થયાં છે. કર્ણાટક સરકારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
રાજસ્થાનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત આઠ જિલ્લા
રાજસ્થાનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત આઠ જિલ્લા જયપુર, જોધપુર., કોટા, બીકાનેર, અને ઉદયપુરમાં રાતે 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફયૂ લગાવ્યો છે. મધ્યપ્રદેશમાં પણ વધતા કોરોના સંક્રમણના પગલે ઈંદૌર., ભોપાલ.,ગ્વાલિયર., રતલામ અને વિદીશામાં પણ ગઇકાલે રાતે 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફયૂ લગાવાયો છે.
