આગામી પાંચ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને પહોંચશે 250 પર: જ્યોતિરાદિત્ય સિંધિયા
Live TV
-
લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે,આગામી ચાર-પાંચ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા 250 સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે, UDAN યોજના હેઠળ, સરકારે નાના શહેરોને હવાઈ સેવાઓ સાથે જોડવા સાથે 63 એરપોર્ટ અને હેલીપોર્ટનું નિર્માણ કર્યું છે. લોકસભામાં પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 130 પર પહોંચી છે. તેમણે કહ્યું કે, સરકારે પ્રાદેશિક સ્તરે ઉડ્ડયનના વિકાસ માટે કોઈ વિશેષ હેતુ વાહન (SPV) વિકસાવ્યું નથી.
