Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માર્ચ-2024 સુધી ચાલુ રાખવાની કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માર્ચ-2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મંત્રીમંડળની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારોમાં બધાને માટે આવાસ સુનિશ્ચિત કરશે. આ યોજનાની સાથે-સાથે દરેક કુટુંબ માટે પાકું મકાન, પાણી, વીજળી, શૌચાલય, ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ પણ પૂર્ણ થાય છે. આ યોજના ઉપર બે લાખ 17 હજાર 257 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત મંત્રીમંડળે 44 હજાર 605 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા કેન-બેતવા નદીઓને જોડવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ હશે, જેમાં કેન્દ્ર સરકારનું કુલ યોગદાન 90 ટકા હશે. આ પ્રોજેક્ટ આઠ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply