બંધારણ સભાની ઐતિહાસિક પ્રથમ બેઠકના 75 વર્ષ પૂર્ણ, પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠિત દિગ્ગજોને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ સભાની ઐતિહાસિક પ્રથમ બેઠકના 75 વર્ષ પૂરા થતાં તેના પ્રતિષ્ઠિત દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપી છે.ટ્વીટરના માધ્યમથી, પ્રધાનમંત્રીએ કહ્યું; "આજથી, 75 વર્ષ પહેલાં આપણી બંધારણ સભા પ્રથમ વખત મળી હતી. ભારતના વિવિધ ભાગો, વિવિધ પૃષ્ઠભૂમિ અને અલગ-અલગ વિચારધારાઓના પ્રતિષ્ઠિત લોકો એક જ ઉદ્દેશ્ય સાથે એકઠા થયા હતા. ભારતના લોકોને એક યોગ્ય બંધારણ આપવા માટે આ મહાન લોકોને શ્રદ્ધાંજલિ. બંધારણ સભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા ડૉ. સચ્ચિદાનંદ સિંહા દ્વારા કરવામાં આવી હતી, જેઓ વિધાનસભાના સૌથી વરિષ્ઠ સભ્ય હતા. આચાર્ય કૃપાલાની દ્વારા તેમનો પરિચય કરાવાયો અને અધ્યક્ષસ્થાને દોરી જવામાં આવ્યા હતા.
આજે, જ્યારે આપણે આપણી બંધારણ સભાની ઐતિહાસિક બેઠકના 75 વર્ષ પૂરા કરી રહ્યા છીએ, ત્યારે હું મારા યુવા મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આ પૂજનીય સભાની કાર્યવાહી વિશે અને તેમાં ભાગ લેનારા પ્રતિષ્ઠિત દિગ્ગજો વિશે વધુ જાણકારી મેળવે. આમ કરવું એ બૌદ્ધિક રીતે અનુભવને સમૃદ્ધ બનાવવા સમાન બાબત હશે."
