લોકસભા અને રાજ્યસભામાં CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
Live TV
-
લોકસભા અને રાજ્યસભામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ દ્વારા શોકસંદેશો વાંચી હેલિકૉપ્ટર ક્રેશ દુર્ઘટના મામલે CDS બિપિન રાવત સહિત 13 સશસ્ત્ર દળોના કર્મચારીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો.મદ્રાસ રેજિમેન્ટ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.ત્યાં પહોંચીને તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન અને તેલંગાણાના રાજ્યપાલ મૃતક સૈન્ય કર્મીઓને આપી શ્રદ્ધાંજલિ હતી.
કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંસદમાં તમિલનાડુના કુન્નુરમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હેલિકોપ્ટરમાં સવાર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત 14 માંથી 13 લોકોના મૃત્યુ થયા હતા. જનરલ બિપિન રાવત વેલિન્ગટન રક્ષા અકાદમીની એક શિડ્યુલ વિઝિટ પર હતા. MI સિરિઝના હેલિકોપ્ટરે કાલે સવારે 11: 50 કલાકે કોઇમ્બતૂર સ્થિત સુલૂર વાયુ સેનાના સ્ટેશનથી ઉડાન ભરી હતી. તે નિલગીરી જિલ્લામાં સ્થિત વેલિન્ગટન રક્ષા અકાદમી જઇ રહ્યુ હતુ. જેમાં 4 ક્રુ મેમ્બર અને C.D.S. ના સ્ટાફ સહિત કુલ 14 લોકો સવાર હતા. બપોરે 12:08 કલાકે હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. અને તે કુન્નૂરના જંગલ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. તો આ ઘટનાની તપાસના આદેશ પણ આપી દેવાયા છે. તેમણે કહ્યુ હતુ કે તમામ પાર્થિવદેહ આજે સાંજ સુધીમા દિલ્હી લવાશે. તો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ દિવંગત તમામ સૈન્યકર્મીઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
