આગ્રા સ્માર્ટ સિટી બનવા તરફ ઝડપથી આગળ વધશે: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ્રામાં ગંગાજળ પરિયોજના તેમજ અન્ય વિકાસ યોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રામાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે વિવિધ પરિયોજનાઓની મદદથી આગ્રા સ્માર્ટ સિટી બનવા તરફ ઝડપથી આગળ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ્રામાં ગંગાજળ પરિયોજના તેમજ અન્ય વિકાસ યોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો હતો. ગંગાજળ પરિયોજનાનો કુલ ખર્ચ 1 હજાર 77 કરોડ રૂપિયા છે. આ યોજના હેઠળ બુલંદ શહેરથી આગ્રા સુધી 140 કિલોમીટર લાંબી પાઇપલાઇનથી ગંગાનું પાણી લાવવામાં આવશે. જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
