Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાં પણ ભારે બહુમતી સાથે પસાર થયું આર્થિક રીતે નબળા સામાન્ય શ્રેણીનું અનામત વિધેયક

Live TV

X
  • રાજ્યસભામાં લગભગ 10 કલાક ચાલેલી બેઠક પછી ,સંવિધાન 124મું સંશોધન -2019ના વિધેયકને 7 વિરૂધ્ધ 165 મતોથી, મંજૂરી મળી હતી.

    સામાન્ય શ્રેણીના આર્થિક રૂપથી પછાત લોકોને ,10 ટકા અનામત આપવા માટે લાવવામાં આવેલ ,સંવિધાન સંશોધન વિધેયક રાજ્યસભામાં ,પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં લગભગ 10 કલાક ચાલેલી બેઠક પછી ,સંવિધાન 124મું સંશોધન -2019ના વિધેયકને 7 વિરૂધ્ધ 165 મતોથી, મંજૂરી મળી હતી. આ વિધેયક લોકસભામાં મંગળવારે પાસ થયું હતું. ચર્ચા દરમિયાન ભલે કેટલાક દળોએ વિરોધ કર્યો હોય ,પણ મતદાન સમયે ,એક-બે નાના દળો સિવાય લગભગ આખા સદને આ વિધેયક પર ,મંજૂરીની મહોર મારી હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે કહ્યું હતું ,કે આ વિધેયકથી સમાજના મોટા વર્ગને લાભ મળશે. 10 ટકા આ અનામત વર્તમાન 49.5 ટકા અનામતથી ,અલગ હશે. અનામત આર્થિક રૂપથી પછાત એવા ગરીબ લોકોને ,આપવામાં આવશે. આ બિલને હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે ,મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા પછી આ કાયદો બની જશે. રાજ્યસભામાં ,આ બિલ પાસ થતા ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,એક ટ્વિટ સંદેશમાં આને સામાજિક ન્યાયની જીત ગણાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply