PM મોદીએ આગ્રામાં ગંગાજલ પરિયોજના સહિતની યોજનાઓની શરૂઆત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આગ્રાની પણ મુલાકાત કરશે. પીએમ મોદી ગંગા જળ પરિયોજના , અને અન્ય વિભિન્ન વિકાસ પરિયોજનાની શરુઆત કરશે. પીએમ આગ્રા સ્માર્ટી સિટી માટે , એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્ર, એસએન મેડિકલ કોલેજની આધાર શીલા રાખશે.
આગ્રાના લોકો ગંગાના પાણીને લઈને , ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે, જે હવે પૂરી થવા જઈ રહી છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ 1,077 કરોડ રુપિયા છે. પાણીની સમસ્યાના દીર્ઘકાલિન નીકાલ માટે , આ પરિયોજના શરુ કરવામાં આવી છે. અપર ગંગા કેનાલના પલરા હેડ વર્ક્સથી 150 ક્યુસેક કાચું પાણી , આગ્રા શહેરમાં લાવવામાં આવશે. જેમાં 140 ક્યુસેક આગ્રા અને 10 ક્યુસેક મથુરા માટે રહેશે. જે અંતર્ગત બુલંદ શહેરથી આગ્રા સુધી લગભગ 140 કિલોમીટર લાંબી પાઇપ લાઈનથી ગંગાનું પાણી આગ્રા લાવવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદી આગ્રાના કોઠી મીના બજારમાં એક વિશાળ જન સભાને પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આગ્રાની બીજી યાત્રા છે. 20 નવેમ્બર 2016માં પીએમ એ આગ્રા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લોન્ચ કરી હતી. આ યોજના પ્રમાણે , અત્યાર સુધી 65 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે.
