આજથી અમરનાથ યાત્રા શરૂ,પ્રથમ જથ્થામાં 2234 શ્રદ્ધાળુઓ રવાના
Live TV
-
યાત્રા 46 દિવસ પછી રક્ષાબંધનના દિવસે પૂરી થશે
અમરનાથ યાત્રાનો આજથી આરંભ થઈ ચૂક્યો છે. ગુફામાં બાબા બરફાનીના દર્શન માટે શ્રધ્ધાળુમાં ભારે ઉત્સાહ છે. 15 ઓગસ્ટે આ યાત્રા પુરી થશે. અત્યાર સુધીમાં દેશભરમાંથી દોઢ લાખ શ્રધ્ધાળુ 46 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે નોંધણી કરાવી ચૂક્યા છે. તીર્થયાત્રીઓની સુરક્ષા માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓમાં 1839 પુરુષ, 333 મહિલાઓ, 45 સાધુઓ અને 17 બાળકો સામેલ છે.
