આજે 1 જુલાઈ, ડોક્ટર્સ ડેની થઈ રહી છે ઉજવણી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ટ્વીટર પર આરોગ્ય સેવા સાથે જોડાયેલા તમામ લોકોને શુભકામના પાઠવી
આજે ડોક્ટર ડેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે..ત્યારે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ટ્વીટર પર આરોગ્ય સેવા સાથે જોડાયેલા તમામ લોકોને શુભકામના પાઠવી છે..અને લખ્યુ છે કે ચિકિત્સા અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા વંદનીય છે.મહત્વનુ છે કે ૧ જુલાઈ ૧૮૮૨ના રોજ જન્મેલા અને ૧ જુલાઈ ૧૯૫૨ના દિવસે અંતિમ શ્વાસ લેનાર વિખ્યાત ફિઝિશિયન અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાન સ્વ. ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં દેશમાં દર વર્ષે ૧ જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે ઊજવવામાં આવે છે..સોશિયલ મિડિયામાં હેશટેગ ડોક્ટર્સ ડે ટ્રેન્ડ કરી રહ્યો છે.
