'મન કી બાત'માં જળ સંરક્ષણ માટે પ્રધાનમંત્રીની અપીલ
Live TV
-
ચાર મહિના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને કર્યું સંબોધન, પાણી બચાવવાથી માંડીને લોકસભાની ચૂંટણી, કેદારનાથ યાત્રા સહિતના મુદ્દે કરી વાત
ચાર મહિનાના વિરામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું હતું... પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જળ સંરક્ષણ પર ભાર મુક્યો હતો.
પીએમ મોદીએ દેશના અલગ અલગ ભાગમાં જળ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયત્નોને બિરદાવ્યાં હતા સાથે જ કહ્યું હતું કે સામૂહિક પ્રયત્નોથી મોટા સકારાત્મક પરિણામ મળે છે.
મન કી બાતમાં પીએમ મોદીએ પાણી બચાવવા માટે તમામને આહવાન કર્યું હતું.. તેમણે કહ્યું કે જ્યારે આપણે એકજૂથ થઈને મજબુતાઈથી પ્રયત્ન કરીએ છીએ તો અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ. જ્યારે જન જન જોડાશે તો જળ બચશે.તો લોકસભાની ચૂંટણી પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીના ઈતિહાસમાં દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી. લાખો શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓની દિવસ રાતની મહેનતથી આ શક્ય બની શક્યું છે.પોતાની કેદારનાથ યાત્રા પર લોકોએ ઉઠાવેલા સવાલના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું કેદારનાથ સ્વ એટલે કે પોતાને મળવા માટે ગયો હતો..
