આજથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસ ભારત પ્રવાસે
Live TV
-
મામલ્લાપુરમ શિખર સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
પ્રધાનમંત્રી મોદી સાથે અનઔપચારિક શિખર વાર્તા માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે તમિલનાડુના મામલ્લાપૂરમ પહોંચશે. બે દિવસીય આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને દેશોના પ્રાચીન સાંસ્કૃતિક અને વેપારી સંબંધોને વધુ સુદૃઢ કરવા માટેના પ્રયાસ કરશે. બંને નેતાઓ સમુદ્ર કિનારે બનેલા ઐતિહાસિક મંદિર, અર્જુનની તપસ્યાભૂમિ અને પંચરથની મુલાકાત કરશે. આ પહેલા વુહાન શિખર અનૌપચારિક વાર્તા દરમિયાન બંને નેતાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવા, સૈન્ય તાકાતને મજબૂત કરવા માટેની રણનૈતિક ભાગીદારીને વધારવા માટેની સહમતી સઘાઈ હતી. પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ વચ્ચે આ અગાઉ પણ અનેક મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ હતી. ચાની ચૂસ્કીઓ વચ્ચેની ચર્ચામાં ભારતમાં કિટલીના ઉપયોગને બતાવતા પ્રધાનમંત્રી મોદીએ વાત કરી હતી. બંને નેતાઓએ આ સાથે જ ભારત ચીનના સહયોગથી નવી વાત લખી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ એક દસ્તાવેજ પણ સોંપ્યા હતા. તમિલનાડુની રાજધાની ચેન્નાઈના નજીકના તટિય શહેર મામલ્લાપૂરમમાં પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજથી 12 ઓક્ટોબર સુધી બીજી અનૌપચારિક વાતો થશે. મામલ્લાપુરમના ઐતિહાસિક સ્મારકોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે અને તેનો ચીન સાથે ગાઢ સંબંધ જોડાયેલો છે. આ સિવાય પ્રધાનમંત્રી ઈચ્છે છે કે દેશના અન્ય ભાગો એટલે કે દક્ષિણ ભારતને દુનિયા સમક્ષ દેખાડવામાં આવે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ ખાસ હોય છે..બન્ને નેતાઓ જ્યારે પણ મળે છે ત્યારે ગર્મજોશીથી મળતા હોય છે..બે દિવસીય યાત્રા પર ભારત આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ કેમેસ્ટ્રી જોવા મળશે..બન્ને નેતા ચીનના વુહાનમાં આયોજિત અનૌપચારિક શિખર વાર્તા બાદ ફરી એકવાર મામલ્લાપુરમમાં મળશે..