આજથી પીએમ ત્રણ આફ્રિકી દેશોના પ્રવાસે
Live TV
-
દક્ષિણ આફ્રિકામાં આયોજિત 10માં બ્રિક્સ સંમેલનમાં પણ સામેલ થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ આફ્રિકી દેશ રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની પાંચ દિવસની યાત્રા પર રવાના થશે, તે સાથે જ પીએમ દક્ષિણ આફ્રિકામાં આયોજિત 10માં બ્રિક્સ સંમેલનમાં પણ સામેલ થશે. આ વખતે બ્રિક્સ સંમેલનની થીમ છે. આફ્રિકામાં બ્રિક્સ ચોથી ઓદ્યોગિક ક્રાંતિમાં સમાવેશી વિકાસ અને સહકારની સમૃદ્ધી માટે વિકાસશીલ દેશો સાથે સાથ સહયોગ. આ પૂર્વે આફ્રિકા દેશની પ્રધાનમંત્રીની આ પ્રથમ યાત્રા છે. પ્રધાનમંત્રી મોદીની રવાન્ડા યાત્રા દરમિયાન ઔદ્યોગિક પાર્ક અને કૃષિ તેમજ સિંચાઈ માટે લગભગ 20 કરોડ ડોલરની ઋણ મદદ આપવામાં આવશે. 24 જુલાઈએ પીએમ યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચશે.
