જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આતંકવાદી કુલગામ જિલ્લાના શહીદ પોલીસ કર્મચારી મોહમ્મદ સલીમના અપહરણ અને હત્યામાં સંડોવાયેલા હતા
આતંકવાદીઓ સાથેની અથડામણ કુલગામ જિલ્લાના ખુદવાણી વિસ્તારમાં થઈ હતી. રાજ્યના પોલીસ વડા એસ.પી.વૈદ્યે પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ પોલીસ કર્મચારી મોહમ્મદ સલીમના અપહરણ અને હત્યામાં સામેલ હતા. ઘટનાને પગલે કુલગામ અને અનંતનાગમાં મોબાઇલ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
