Skip to main content
Settings Settings for Dark

આજથી ભાજપનું CAAના સમર્થનમાં દેશવ્યાપી અભિયાન

Live TV

X
  • ભાજપના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ , દિલ્હીમાં અભિયાનમાં જોડાશે

    ભાજપ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનથી , મોટા પાયે ચાલી રહેલા પોતાના અભિયાનને વધુ ગતિ આપશે. ભાજપના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ , દિલ્હીમાં અભિયાનમાં જોડાશે. જ્યારે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગાઝિયાબાદમાં આ અભિયાનની શરૂઆત કરશે. દેશના વિવિધ ભાગોમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર અને નિર્મલા સિતારમન સહિત, અનેક કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાઓ પણ આ અભિયાનમાં જોડાશે. CAA પર લોકોનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ભાજપના નેતાઓ 3 કરોડ લોકો સાથે સંપર્ક કરશે. ભાજપે નાગરિકતા સંશોધન બિલને સમર્થન આપવા માટે લોકોને મિસ્ડ કોલ નંબર 8866 28 8662 જાહેર કર્યો છે. પક્ષ આજથી 10 દિવસનું આ અભિયાન શરૂ કરશે. જે દરમિયાન પક્ષના નેતાઓ અને કાર્યકર્તા નાગરિકતા સંશોધન બિલ મામલે લોકોનો સંપર્ક કરશે. બીજી તરફ નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં લંડનમાં મોટી સંખ્યામાં લોકોએ હાથમાં પોસ્ટર લઇને કાયદાના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply