Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર આસામના વિકાસ અને તેના લોકોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ : જે.પી.નડ્ડા

Live TV

X
  • કોંગ્રેસ સામે વોટબેન્કનું રાજકારણ રમવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો

    ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ખાત્રીઆપી છે કે કેન્દ્ર સરકાર આસામના વિકાસ માટે અને આસામના લોકોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આજે ગુવહાટીમાં પક્ષનીરેલીને સંબોધતા તેમણે કહ્યું કે પાડોશી દેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર અને ભારતમાં આવેલા બધા લોકોને નાગરિકત્વ સુધારા ધારાની જોગવાઇ મુજબ નાગરિકત્વ મળશે. જોકે 31મી ડિસેમ્બર 2014 પછી ભારત આવેલા નવા લોકોને આ ધારાની જોગવાઇનો લાભ મળશે નહીં.તેમણે કોંગ્રેસ સામે વોટબેન્કનું રાજકારણ રમવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો. નડ્ડાએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે બાંગ્લાદેશમાંથી આવેલા હિન્દુઓને નાગરકિત્વ આપવાની તરફેણ કરી હતી.જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ આ દિશામાં પગલાં લીધાં છે.  આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ખાત્રીઆપી હતી કે આસામ બૃહદ આસામી સમાજનો હિસ્સો હંમેશા રહેશે. તેમણે કોંગ્રેસ અનેડાબેરી પક્ષો સામે  CAA ધારા અંગે ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ કર્યોહતો. મુખ્યમંત્રીએ લોકોને કોઇ પણ અફવા તરફ ધ્યાન નહીં આપવા અને ભાજપ સરકાર આસામના મૂળ લોકોના હિતોના વિરોધમાં કંઇ કરશે નહીં, તેવી ખાતરી આપી હતી.  જો કે નાગરિકત્વ ધારાના વિરોધમાં આસામમાં થઇરહેલા દેખાવો ચાલુ રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply