દિલ્હી - કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રીએ વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યુ
Live TV
-
વિશ્વ પુસ્તક મેળાને દુનિયાનો સૌથી મોટો પુસ્તક મેળો બનાવાશે - રમેશ પોખરિયાલ
કેન્દ્રીય માનવસંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યુ હતુ.આ તકે પ્રખ્ચાત ગાંધીવાદી વિદ્વાન ગિરિશ્વર મિશ્રા, નેશનલ બુક ટ્રસ્ટના અધ્યક્ષ પ્રા.ગોવિંદ પ્રસાદ શર્માસ, માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ મદન મોહન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..આ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે કહ્યુ કે આપણે પુસ્તકોના સાગર વચ્ચે છીએ અને પુસ્તકોનો આ મહાકુંભ વિચારોથી ભરાયેલો છે.આ વિચારો માનવતાને શક્તિ પ્રદાન કરે છે.તેમણે કહ્યુ કે નવી દિલ્હી પુસ્તક મેળો એશિયાનો સૌથી મોટો પુસ્તક મેળો છે..અને આશા છે કે આ મેળો ટૂંકમાં દુનિયાનો સૌથી મોટો પુસ્તક મેળો બની જશે..ગાંધીવાદી વિદ્વાન ગિરિશ્વર મિશ્રએ મહાત્મા ગાંધીજીના જીવન અને શિક્ષણ વિશે વિસ્તારથી ચર્ચા કરી હતી..મેળામાં ગાંધીજી દ્વારા તેમજ ગાંધીજી પર વિભિન્ન ભાષાઓ પર પ્રકાશિત 500 પુસ્તકોની એક વિશેષ શ્રેણી પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે..રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ ભારત દ્વારા ઓલ ઈન્ડિયા કોન્ફેડેરસન ઓફ બ્લાઈન્ડ ના સહયોગથી દ્રષ્ટિહીન લોકો માટે અહી બ્રેઈલ પુસ્તકો પણ મૂકવામાં આવી છે..
