કોટામાં બાળકોના મોત મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટીસ મોકલી
Live TV
-
100 બાળકો પૈકી 10 બાળકોના મોત 23 થી 24 ડિસેમ્બર 2019ના ગાળામાં 48 કલાકમાં જ થયા હતા
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રાજસ્થાનના કોટમાં એક સરકારી હોસ્પિટલમાં ડિસેમ્બર 2019માં 100થી વધુ બાળકોના થયેલા મોત મામલે મીડિયા રિપોર્ટને ગંભીરતાથી લીધી છે..100 બાળકો પૈકી 10 બાળકોના મોત 23 થી 24 ડિસેમ્બર 2019ના ગાળામાં 48 કલાકમાં જ થયા હતા..મીડિયા રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલમાં 50 ટકાથી ઓછો સ્ટાફ છે અને દર્દીઓ માટે માળખાકીય સુવિધાનો અભાવ છે..સફાઈનો પણ અભાવ છે..આઈસીયુ વિભાગમાં ઓક્સિજનની આપૂર્તિ પણ પૂરતા પ્રમાણમાં થતી નથી..જેથી માનવ અધિકાર આયોગે રાજસ્થાન સરકારના મુખ્ય સચિવને આ મામલે ચાર સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ મોકલવા અને બાળકોના મોતને અટકાવવા લેવાયેલા પગલાની માહિતી રજૂ કરવા નોટિસ મોકલી છે..
