Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં શીતલહેર, ગુજરાતમાં પણ કાતિલ ઠંડી

Live TV

X
  • આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહે તેવુ પણ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યુ

    ઉત્તર ભારતમાં બરફ વર્ષા અને શીતલહેરની ,ગુજરાત ઉપર પણ અસર થઇ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લધુત્તમ તાપમાનનો સતત નીચો જતો પારો , શીતલહેર માટે કારણભૂત હોવાનું હવામાન વિભાગ કહી રહ્યું છે. ત્યારે છેલ્લા ચોવિસ કલાક દરમિયાન રાજ્યના અલગઅલગ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો 7.7 ડિગ્રીથી લઇને 18.7 ડિગ્રી સુધીનો રહ્યો હતો. સૌથી નીચુ તાપમાન નલિયામાં 7.7, કંડલાનું 9.8 અને અમદાવાદમાં 12.8 , જ્યારે લઘુત્તમ તાપમાન રાજ્યભરમાં સૌથી વધુ ઓખાનું 18.7 નોંધાયું છે. ઠંડીને કારણે ઠુંઠવાઇ ગયેલા ગુજરાતમાં વાહનવ્યવહાર અને અવરજવર ઉપર પણ અસર પડી છે. લોકો ઠંડીને કારણે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. તો વળી હવામાન વિભાગે 6 અને 7 જાન્યુઆરીના રોજ , એમ બે દિવસ કમોસમી માવઠાંની આગાહી કરી છે. જોકે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહે તેવુ પણ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply