આજથી ભાજપાની રાષ્ટ્રીય કાર્ય સમિતીની બેઠક શરૂ થશે
Live TV
-
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના બધા વરિષ્ઠ નેતા ભાગ લેશે
દિલ્હીના આંબેડકર આંતરાષ્ટ્રીય કેન્દ્રમાં આજથી ભાજપાના રાષ્ટ્રીય કાર્ય સમિતીની બેઠક શરૂ થશે.જે પહેલા રાષ્ટ્રીય પદાધિકારીઓની પણ બેઠક મળશે. બપોર બાદ સમિતીની બેઠક યોજાશે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના બધા વરિષ્ઠ નેતા ભાગ લેશે. બેઠકમાં રાજકીય મુદ્દાઓની સાથે સાથે રાજ્યોની વિધાનસભા ચુંટણીઓ અને 2019ની સામાન્ય ચુંટણી માટે પાર્ટીની રણનીતિ પર પણ ચર્ચા થશે. આ બેઠકમાં મોદી સરકારના કામકાજથી સામાન્ય જનતાને થઇ રહેલા ફાયદાઓની સાથે સંગઠનના મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે
