ભારતીય સીમા સુરક્ષાદળ અને બોર્ડર ગાર્ડસ ઓફ બાંગ્લાદેશ વચ્ચે નવી દિલ્હી ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક
Live TV
-
ઇન્ડો- બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપરની કેટલીક સમસ્યાઓના ઉકેલ માટેની આ બેઠકમાં કરવામાં આવી વિસ્તૃત ચર્ચા
ભારતીય સીમા સુરક્ષાદળ અને બોર્ડર ગાર્ડસ ઓફ બાંગ્લાદેશ વચ્ચે નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ઇન્ડો- બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપરની કેટલીક સમસ્યાઓના ઉકેલ માટેની આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સીમા સુરક્ષા દળના ડીજીકે કે શર્માએ કહ્યું હતુંકે નોટબંધીને કારણે ઇન્ડો-બાંગ્લાદેશ સરહદથી થતી નકલી નોટો ઘૂસાડવાના કિસ્સાઓમાં મોટાપાયે ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતુંકે બાગ્લાદેશ સરકાર હજુ પણ વધુ સખત પગલાં લઇને નકલી નોટોની તસ્કરી ઘટાડવાના પગલાં લે.રોહિગ્યાંની ઘૂસણખોરી અટકાવવામાં BSFને મોટી સફળતા મળી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઇન્ડો-બાંગ્લાદેશ સરહદ પર રોહિગ્યા મોટી સંખ્યામાં ભારતમાં ઘૂસણખોરી કરવાની રાહ જોઇને બેઠાં હોવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતુંકે મોટી સંખ્યામાં રોહિગ્યા બાગ્લાંદેશની સરહદે હોવા છતાં પણ BSFની સતર્કતાને કારણે ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે. જ્યારે બોર્ડર ગાર્ડ્સઓફ બાંગ્લાદેશના ડીજીપી મોહમ્મદ શફીનુલ ઇસ્લામે ક્હ્યું હતુંકે નકલી નોટો ઘૂસાડવાના પ્રયાસને અટકાવવાનાં ભરપૂર પ્રયાસ થઇ રહ્યાં છે. બાંગ્લાદેશ સરકારે આધુનિક મશીન અને વીજીલન્સની સઘન વ્યવસ્થા કરી છે. જેને કારણે નકલી નોટો ભારતમાં ઘૂસાડવાની ઘટનાઓને ઘટાડી શકાઇ છે.
