Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મોબીલીટી શિખર સંમેલનનું કર્યું ઉદઘાટન

Live TV

X
  • નીતી આયોગ દ્વારા આયોજીત દેશના પ્રથમ મોબીલીટી શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની યુવા શક્તિને મોબીલીટીના વિકાસની આ યાત્રામાં સામેલ થવાનું કર્યું આહવાન

    દેશની પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવા બે દિવસીય વિશ્વ મોબીલીટી શિખર સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ઉદઘાટન કર્યું હતું. નીતી આયોગ દ્વારા આયોજીત દેશના પ્રથમ મોબીલીટી શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની યુવા શક્તિને મોબીલીટીના વિકાસની આ યાત્રામાં, સામેલ થવાનું આહવાન કર્યું છે. શિખર સંમેલનનો હેતુ ભારતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો અને મોબીલીટીના સાધનોને વધુ સંપર્કશીલ અને સુવ્યવસ્થિત કરવાનો છે. તેમજ વ્યકિત સરળતાથી બસથી મેટ્રો, મેટ્રોથી રેલ્વે અને રેલ્વેથી હવાઈમથક સુધી સરળતાથી પહોંચી શકે તે છે. સાથે જ ઓછામાં ઓછુ ઈંધણ વપરાય અને પર્યાવરણને અનુકૂળ ઉર્જાની મદદથી ચાલતા વાહનોનો ઉપયોગ વધે તે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાહન વ્યવહાર અને પરિવહન વ્યવસ્થા સાથે જોડયેલ પ્રદર્શનનું અવલોકન કર્યુ હતુ. આ પ્રદર્શનમાં દુનિયાની અન્ય પરિવહન કંપનીઓએ પણ ભાગ લીધો. સંમેલનમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યુ કે આવનારા દિવસોમાં ભારત વૈશ્વિક મોબિલીટી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપશે. દેશમાં વાહનવ્યવહાર અને પરિવહનને આધુનિક, પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે 22 રાજ્યોમાં એક્શન પ્લાનને સંમેલન દરમિયાન આવતી કાલે જ રજૂ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply