આજથી સંસદનું શિયાળુ સત્ર થશે શરુ, વિવિધ બિલ આ સત્રમાં પાસ થશે
Live TV
-
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં કેટલાય મહત્ત્વપૂર્ણ બિલો પાસ કરવામાં આવશે.
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં કેટલાય મહત્ત્વપૂર્ણ બિલો પાસ કરવામાં આવશે. સત્રના પહેલાં દિવસે લોકસભામાં સેન્ટ્રલ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ-2023 રજૂ કરવામાં આવશે. જ્યારે એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ-2023ને આજે પાસ કરવામાં આવશે. રાજ્યસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. આ સિવાય સત્રમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર પૈસા લઈને પ્રશ્નો પૂછવાના આરોપ મામલે એથિક્સ કમિટિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ સત્ર ખૂબ હોબાળાવાળુ રહેવાની શક્યતાઓ છે.
