Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની પ્રચંડ જીત

Live TV

X
  • હિન્દી બેલ્ટના ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે.

    હિન્દી બેલ્ટના ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. રાજસ્થાનમાં સરકાર બદલાવાની પ્રથા આ વખતે પણ યથાવત રહી છે. રાજસ્થાનમાં ભાજપને 115 સીટ મળી અને કોંગ્રેસને 69 સીટો મળી છે. તો અન્યને 15 સીટો મળી છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપે જંગી બહુમત મેળવ્યુ છે. મધ્યપ્રદેશમાં ભાજપને 163 સીટ, કોંગ્રેસને 66 સીટ અને અન્યને 1 સીટ મળી છે. છત્તીસગઢમાં ભાજપને 54 સીટ, કોંગ્રેસને 35 સીટ અને અન્યને 1 સીટ મળી છે. તેલંગાણામાં કોંગ્રેસને જંગી બહુમત મળ્યો છે. જ્યાં કોંગ્રેસને 64 સીટ, BRSને 39 સીટ, ભાજપને 8 સીટ, AIMIMને 7 સીટ અને CPI ને 1 સીટ મળી છે. 

    ભાજપની આ જીતનો સમગ્ર શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. પ્રધાનમંત્રી મોદીએ આ રાજ્યોમાં જનસભાઓ અને રોડ-શો દ્વારા લોકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે પ્રેરિત કર્યા. આ પીએમ મોદીના પ્રભાવશાળી વ્યક્તિત્વનો જ પ્રભાવ છે કે, તમામ સર્વેક્ષણો અને વલણો ખોટા સાબિત થયા અને ભાજપે પ્રચંડ જીત મેળવી. ત્રણ રાજ્યોમાં ચૂંટણીનો જંગ જીત્યા બાદ ભાજપના કાર્યકરોએ દેશભરમાં ઉજવણી કરી. દિલ્હી સ્થિત ભાજપનાં મુખ્ય કાર્યાલયમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. અહીં પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, આ જીત સૌનો સાથ, સૌના વિકાસની ભાવનાની જીત છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, ત્રણ રાજ્યોની ચૂંટણી જીત 2024ની હેટ્રિકની ગેરંટી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply