મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે, સવારથી જ મતગણતરી શરુ
Live TV
-
ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમમાં આજે સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે.
ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમમાં આજે સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ માટે ચૂંટણી કમિશનર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 બેઠકો છે. જેમાં કોઈપણ રાજકીય પક્ષને સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 21 છે. મિઝોરમમાં વર્ષ 1984થી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક મિઝો નેશનલ ફ્રંટની સરકાર રહી છે. પરંતુ આ વર્ષે એ જોવું રસપ્રદ રહેશે કે મિઝો નેશનલ ફ્રન્ટના ઝોરમથાંગા પોતાની સરકાર બચાવી શકશે કે પૂર્વ આઈપીએસ લાલુ હોમાંના નેતૃત્વમાં બનેલી નવી રાજકીય પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ કોઈ નવો રાજકીય સમીકરણ રચશે? આજે સવારે મત ગણતરી પહેલા ઝોરમથાંગાએ આઈઝોલના એક ચર્ચમાં જઈને પ્રાર્થના કરી હતી.
