Skip to main content
Settings Settings for Dark

આજથી LPGના ભાવથી લઈને FASTag સુધી થયા આ પાંચ મોટા ફેરફારો, અત્યારે જ જાણી લો

Live TV

X
  • દેશમાં દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં બદલાય છે. અને આજે 1 માર્ચ 2024 તારીખ છે, જેથી કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે. જે તમારા રસોડાના બજેટ સાથે રસ્તા પર ડ્રાઈવિંગ સાથે જોડાયેલું છે. પહેલી તારીખથી LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે FASTag KYCની છેલ્લી તારીખ સમાપ્ત થઈ ગઈ છે. જેની સીધી અસર તમામ નાગરિકો પર પડી છે. તો ચાલો જાણી લઈએ આજથી દેશમાં બીજા કયા-કયા બદલાવો આવ્યા છે, જે તમારા આર્થિક સ્થિતિ પર અસર પાડી શકે છે. 

    પહેલો ફેરફારઃ LPG  સિલિન્ડરની કિંમતમાં વધારો

    1 માર્ચથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. મતલબ કે માર્ચના પ્રથમ દિવસે મોંઘવારીનો જોરદાર ફટકો સામાન્ય નાગરિકને પડ્યો છે. આ સતત બીજો મહિનો છે જ્યારે 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. IOCLની વેબસાઈટ અનુસાર, 1 માર્ચથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1769.50 રૂપિયાને બદલે 1795 રૂપિયામાં મળશે,  જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે 1887 રૂપિયાથી વધીને 1911 રૂપિયા થઈ ગયો છે. મુંબઈની વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરનો દર 1723 રૂપિયાથી વધારીને 1749 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચેન્નઈમાં જે સિલિન્ડર અત્યાર સુધી 1927 રૂપિયામાં મળતો હતો તે 1960.50 રૂપિયા થઈ ગયો છે. જો કે, આ વખતે પણ 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    બીજો ફેરફાર: FASTag KYCની સમયમર્યાદા સમાપ્ત

    દેશમાં 1 માર્ચથી બીજો ફેરફાર વાહનચાલકો માટે છે. વાસ્તવમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI) એ FASTag KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. જો કે, NHAI ફાસ્ટેગ કેવાયસી અપડેટ માટે સમયમર્યાદા લંબાવશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. 

    ત્રીજો ફેરફારઃ જીએસટીના નવા નિયમો

    આજથી GSTના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત હવે 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ઈ-ઈનવોઈસ વગર ઈ-વે બિલ ઈશ્યુ કરી શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, જે વ્યવસાયોનું વાર્ષિક ટર્નઓવર રૂ. 5 કરોડથી વધુ છે તેઓ તમામ B2B વ્યવહારો માટે ઈ-ઈનવોઈસ વિગતોનો સમાવેશ કર્યા વિના ઈ-વે બિલ જારી કરી શકશે નહીં. GST સિસ્ટમ હેઠળ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ મોકલવા માટે ઈ-વે બિલ જરૂરી છે.

    ચોથો ફેરફાર: SBI ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમો આ મહિનાની 15 માર્ચથી લાગુ થશે. આ અંતર્ગત SBI તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. જો કે, તેની વિગતવાર માહિતી SBI દ્વારા યુઝર્સને મેઇલ દ્વારા આપવામાં આવશે.

    પાંચમો ફેરફારઃ બેંકો 14 દિવસ બંધ રહેશે

    આ મહિને બેંકોમાં જતા લોકો માટે મોટા સમાચાર છે કે આખા મહિનામાં 14 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય એટલે કે બેંકમાં રજા હશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો RBI દ્વારા જાહેર કરાયેલ બેંક હોલિડે ઇન માર્ચ લિસ્ટને જોઈને ઘરની બહાર નીકળો. આ મહિને બેંકો મહાશિવરાત્રીથી હોળી અને ગુડ ફ્રાઈડે સુધી તમામ અવસર પર બંધ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-12-2024 Max Temp : °C Min Temp : °C
apply