માર્ચ મહિનામાં ઝડપથી પૂરા કરી લો આ કામ, નહીંતર નુકસાન ભોગવવું પડશે
Live TV
-
વર્તમાન નાણાકીય વર્ષ 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો છે જે આ મહિનામાં તમારે પૂરા કરવા પડશે. નહીંતર તમારા ખિસ્સામાં પર અસર થઈ શકે છે. જેમ કે, આ મહિનો પૂરો થાય તે પહેલાં આધાર અપડેટ, આવકવેરા, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક અને હોમલેન જેવા જરૂરી કામ પતાવી દેવા પડશે. જો આમ નહીં થાય તો તમને નાણાકીય નુકસાન વેઠવું પડી શકે છે. એટલું જ નહીં કેટલા કિસ્સામાં તમારે ભારે દંડ પણ ભરવો પડશે. તો ચાલો વાત કરીએ માર્ચમાં વહેલા પતાવી દેનારા કામ વિશે વિગતવાર માહિતી....
1. આધાર ફ્રી અપડેટ
MyAadhaar સાઇટ પર તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 14, 2024 છે. 14 માર્ચ, 2024 પછી તમારે આધાર કાર્ડ માટે તમારી ઓળખ અને સરનામાના દસ્તાવેજને અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.
2. કર બચત
નાણાકીય વર્ષ 2023-2024 માટે ટેક્સ સેવિંગ વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. આ તારીખ સુધીમાં તમારે ટેક્સ બચાવવા માટે તમારી આવક મુજબ યોગ્ય રોકાણ ઉત્પાદનમાં રોકાણ કરવું જોઈએ. જો તમે આ પછી રોકાણ કરશો તો પણ તમને ટેક્સમાં છૂટ નહીં મળે.
3. Paytm પેમેન્ટ્સ બેંક
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે તેણે Paytm પેમેન્ટ્સ બેંક સાથે સંબંધિત કેટલીક સેવાઓની સમયમર્યાદા લંબાવી છે. હવે સમયમર્યાદા 15 દિવસ વધારીને 15 માર્ચ 2024 સુધી લંબાવાઈ છે. અગાઉ, સેન્ટ્રલ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકને 29 ફેબ્રુઆરી, 2024થી નવી ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો તમે Paytm પેમેન્ટ બેંકનો ઉપયોગ કરો છો, તો 15 માર્ચ પહેલા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ પૂરી કરી લો નહીંતર તમને નુકસાન વેઠવું પડી શકે છે.
4. SBI હોમ લોન પર રિબેટ
SBI હોમ લોન પર વિશેષ સ્કીમ હેઠળ તમે 31 માર્ચ, 2024 સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટ Flexipay, NRI, નૉન-સેલરી, પ્રિવિલેજ અને પોતાની હોમ લોન સહિત તમામ હોમ લોન માટે માન્ય છે. હોમ લોન પર વ્યાજ દર CIBIL સ્કોર પર આધાર રાખીને બદલાય છે. SBI સારા CIBIL સ્કોર ધરાવતા લોકોને રાહત દરે લોન આપી રહી છે. એટલે કે, એસબીઆઈની હોમ લોનના વ્યાજદરમાં 31 માર્ચ સુધી છૂટછાટ મળશે. ત્યાર પછી વ્યાજના દર ફરી વધી જશે.
5. IDBI બેંક સ્પેશિયલ FD
IDBI બેંક ઉત્સવ કૉલેબલ એફડી અનુક્રમે 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની વિશેષ મુદત પર 7.05%, 7.10% અને 7.25%ના વ્યાજ દરો ઓફર કરે છે. આ વિશેષ FD સ્કીમ 31 માર્ચ 2024 સુધી માન્ય છે. આ પછી તમે આ સ્કીમમાં FD કરી શકશો નહીં.. એટલે કે ટૂંકા ગાળામાં સારું વ્યાજ મેળવવાની તક આઈડીબીઆઈ બેન્ક આપે છે. તો તમે 31 માર્ચ પહેલા આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો.