Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

Live TV

X
  • આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજના ખાસ દિવસે મહિલાઓની ધગશ, હિંમત, સાહસને સલામ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે

    આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આજના ખાસ દિવસે મહિલાઓની ધગશ, હિંમત, સાહસને સલામ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. આજનો દિવસ ભારતીય પુરાતત્વ અને સંરક્ષિત સ્મારકોમાં ભારતીય અને વિદેશી મહિલીઓનો પ્રવેશ નિશુલ્ક રખાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ મહિલાઓનું સન્માન કરશે. દર વર્ષે મહિલાઓ ખાસ કરીને નબળા અને પછાત વર્ગની મહિલાઓના સશક્તિકરણના ક્ષેત્રમાં વિશેષ યોગદાન કરનારા વ્યક્તિ, સમૂહ અને સંસ્થાઓને વાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં મહિલાઓને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મહિલાઓને તેમની ઉલ્લેખનીય જગ્યાને સન્માનિત કરવાનો દિવસ છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદી નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓની સાથે વાર્તાલાપ પણ કરશે. પ્રધાનમંત્રીએ આજે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ દેશની મહિલાઓને સમર્પિત કર્યું છે. મહિલાઓ જ આજે આ એકાઉન્ટનું હેન્ડલિંગ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply