યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની ED એ કરી ધરપકડ
Live TV
-
કેશ સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરી છે. તેમની રવિવારે સવારે 3 કલાકે ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા શનિવારે સવારે કપૂરને પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓ પુછપરછમાં સહયોગ આપી રહ્યાં ન હતા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને રવિવારે લોકલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઈડીએ શુક્રવારે મોડી રાતે તેમના ઘરે રેડ પાડી હતી. તપાસ એજન્સીની ટીમે મુંબઈના સમુદ્ર મહલ ટાવર સ્થિત કપૂરના ઘર પર મોડી રાત સુધી તપાસ કરી હતી. રિઝર્વ બેન્કે સ્થિતિને જોતા યસ બેન્કના ખાતેદારોને 50 હજાર રૂપિયા સુધીની જ રકમ ઉપાડવાની પરવાનગી આપી છે. સાથે જ બેન્ક બોર્ડનો કન્ટ્રોલ 30 દિવસ સુધી પોતાના હાથમાં લીધો છે.
