રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કાર કર્યાં પ્રદાન
Live TV
-
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓની ધગશ, હિંમત, સાહસને સલામ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આંતરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ મહિલાઓનું સન્માન કર્યું.
જેમાં 104 વર્ષના મનકૌર, બિહારના બીના દૈવી, મોહનાસિંહ, અવની ચતુર્વેદી, ભાવના કંઠ સહિત 15 મહિલાઓને સમાજમાં ઉત્કૃષ્ઠ યોગદાન બદલ રાષ્ટ્રપતિએ સન્માનિત કર્યા હતાં. દર વર્ષે મહિલાઓ ખાસ કરીને નબળા અને પછાત વર્ગની મહિલાઓના સશક્તિકરણના ક્ષેત્રમાં વિશેષ યોગદાન કરનારા વ્યક્તિ, સમૂહ અને સંસ્થાઓને વાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. રાષ્ટ્રપતિએ આ પહેલા પોતાના સંદેશમાં મહિલાઓને શુભેચ્છા આપી હતી.
રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને લખ્યું કે આવો આપણે મહિલાઓની સુરક્ષા અને સન્માનને સુનિશ્ચિત કરવાના શપથ લઈએ, જેથી મહિલાઓ પોતાની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પોતાની ઈચ્છા અનુસાર વગર અટક્યે આગળ વધી શકે. આજના દિવસે ભારતીય પુરાતત્વ અને સંરક્ષિત સ્મારકોમાં ભારતીય અને વિદેશી મહિલીઓનો પ્રવેશ નિશુલ્ક રખાયો છે.
