વુમન્સ ડેઃ PM મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત
Live TV
-
પ્રધાનમંત્રીએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ દેશની મહિલાઓને સમર્પિત કર્યું છે. મહિલાઓ જ આ એકાઉન્ટનું હેન્ડલિંગ કરશે., પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મિડિયા એકાઉન્ટ પરથી સંઘર્ષરત મહિલાઓએ પોતાના વિડિયો શેર કર્યા હતા.
જેમાં પ્રથમ વિડિયો શેર કરનારી મહિલા સ્નેહા મોહન દાસ બની હતી. જે ફૂડબેંકની સ્થાપક છે. આ બેંક દ્વારા સ્નેહા ભૂખને લીધે બેહાલ લોકોને આ ફૂડ પહોંચાડે છે. આ ઉપરાંત અન્ય મહિલા, માલવિકા ઐય્યરે પણ પોતાનો વિડિયો શેર કર્યો હતો.
માલવિકા બોંબ બ્લાસ્ટનો ભોગ બની હતી જ્યારે તેની ઉમર માત્ર તેર વર્ષની હતી. બ્લાસ્ટને કારણે તેના બંને હાથ નષ્ટ પામ્યા હતા જ્યારે પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. આ રીતે આજના મહિલા દિવસના દિને પ્રેરણાસ્ત્રોત બની રહેલી મહિલાઓ પોતાના વિડિયો શેર કરી રહી છે.
