આજે આદિજાતિના સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની પુણ્યતિથિ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ તેમની પુણ્યતિથિ પર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ધરતી બાબા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ તેમની પુણ્યતિથિ પર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ધરતી બાબા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટ સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે નિર્ભય આદિવાસી નેતા બિરસા મુંડાએ દમનકારી બ્રિટિશ શાસન સામે આદિવાસી આંદોલનનું નેતૃત્વ કરીને સ્વતંત્રતા સંગ્રામમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આદિવાસીઓના હક્કોની સુરક્ષા માટે કરવામાં આવેલા અસંખ્ય પ્રયત્નો બદલ બિરસા મુંડા હંમેશા યાદ રહેશે. બિરસા મુંડાએ અંગ્રેજો સામે મહેસૂલ માફ કરાવવા માટે આંદોલન કર્યું. બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરી અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો "ધરતી બાબા" ના નામથી સંબોધન કરતા તેમજ પૂજતા પણ હતા. એમના પ્રભાવે આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.
આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત, ભારત દેશની એક લશ્કરની પાંખ ભૂમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યાર પછી 'બિરસા મુંડા કી જય' એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી ૧૯૮૮માં ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.
