ભારે વરસાદ સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચ્યું
Live TV
-
મોડી રાતથી દક્ષિણ મુંબઈમાં પડી રહ્યો છે ભારે વરસાદ
નિર્ધારિત સમયથી એક દિવસ પહેલા ચોમાસું મુંબઇ પહોંચી ગયું છે..સવારથી મુંબઇના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવી. અનેક વિસ્તારોમાં જળભરાવના દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે સાંજથી આજે વહેલી સવારે મુંબઇના કોલાબામાં 65 મીમી અને સાંતાક્રુઝમાં 50 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. મોડી રાતથી દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
સાયન, હિંદ માતા, સાન્તાક્રુઝ અને અંધેરીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે પૂર્વીય મુક્ત માર્ગ પરની દ્રશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુંબઇ પોલીસે જળ બંબાકારવાળા વિસ્તારોમાંથી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હવામાન ખાતાના જણાવ્યાં, અનુસાર ચોમાસાએ મહારાષ્ટ્રનાં ઘણાં ભાગોમાં દસ્તક દીધી છે.
મહત્વનું છે કે, આજે મુંબઈમાં 10 જૂનના સમય પહેલાં ચોમાસું આવી ગયું છે.
