કોવિડ-19 રસીકરણ અભિયાને હાંસલ કરી વધુ એક ઉપલબ્ધિ
Live TV
-
દેશમાં અત્યાર સુધી 24 કરોડથી વધારે લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ આપી દેવામાં આવ્યા
ભારતમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં હવે વધુ એક ઉપલબ્ધિ ઉમેરાઇ છે. દેશમાં અત્યાર સુધી 24 કરોડથી વધારે લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 19 કરોડ 21 લાખથી વધારે લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 4 કરોડ 69 લાખથી વધારે લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.તો આ તરફ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કેન્દ્ર સરકાર કોરોના રસીકરણમાં પોતાની સંપૂર્ણ જવાબદારી નિભાવી રહી છે. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 25 કરોડથી વધારે રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ 1.33 કરોડથી વધારે રસી ઉપલબ્ધ છે.
