Skip to main content
Settings Settings for Dark

કેબિનેટનો મહત્વના નિર્ણય: વિવિધ ખરીફ પાકની MSP જાહેર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે કેન્દ્ર સરકારે હિતકારી નિર્ણયો લીધા. સીઝન 2021-22 માટે વિવિધ ખરીફ પાકના ટેકાના ભાવ કેબિનેટ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા. 50%થી લઇને 65% સુધી ખરીફ  પાકની MSPમાં વધારો કરવામાં આવ્યો. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, 7 વર્ષમાં ખેડૂતોના પક્ષમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી કરીને તેમની આવક વધી શકે અને જીવનમાં ખુશાલી આવી શકે. ખેતી ફાયદાનો સોદો બને તે માટે પીએમ મોદીના નેતૃત્વમાં અનેક ખેડૂત લક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરીફ સીઝન માટે એમએસપી વધારવાનો  ફેંસલો લેવામાં આવ્યો છે.

    આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે રેલવેમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શનની વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઇ છે. એવું પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે રેલ્વે 4G સ્પેક્ટ્રમ હેઠળ કામ કરશે. અત્યાર સુધી રેલવે 2જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરતી હતી. રેલવે મુસાફરી સુરક્ષિત બનાવવા અને સંચાર વ્યવસ્થા સુધારવા માટે 5 MHz બેન્ડના 4G સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply