આજે ઉજવાઈ રહેલા 'ગોવા મુક્તિ દિવસ' ના ઉપલક્ષમાં પ્રધાનમંત્રીની સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ
Live TV
-
આજે ઉજવાઈ રહેલા ગોવા મુક્તિ દિવસના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી 'ગોવા મુક્તિ દિવસ' સમારોહમાં ઉપસ્થિત રહ્યાં. જ્યાં તેમણે ગોવા સ્વતંત્રતા આંદોલનના શહીદોને આપી શ્રદ્ધાંજલિ. મીરામાર તટ પર નૌકા પરેડ તેમજ ફ્લાઈ પાસ્ટ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપી હાજરી. મીરામાર તટ પર સ્વદેશ નિર્મિત વિમાનો દ્વારા કરતબનું પ્રદર્શન કરવામાં આવ્યું. આજ દિને પ્રધાનમંત્રી દ્વારા ગોવાને ઘણી યોજનાઓની મળશે સોગાત. નૌકા પ્રદર્શમાં ભારતીય તટ રક્ષક દળની નૌકાઓએ ભાગ લીધો. જેમાં ફાઈબર ગ્લાસથી બનેલી નૌકા, સાથે કેટલાંય લક્ઝરી ક્રુઝ બન્યા આકર્ષણનું કેન્દ્ર.
