આજે ગણેશ ચતુર્થીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
Live TV
-
12 સપ્ટેમ્બર 'અનંત ચતુર્દશી' સુધી ગણેશમય માહોલ રહેશે
આજે ગણેશ ચતુર્થીના પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે...આજે સવારથી શુભ મુહૂર્તમાં ગણેશ પંડાલના આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી..તો રાજ્યમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે..આજથી શરૂ થયેલી ગણેશોત્સવની ઉજવણી 12 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી છે ત્યાં સુધી ગણેશમય માહોલ જોવા મળશે.
અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલો બનાવાયા છે..જેમાં ગણપતિજીની પ્રતિમા સ્થાપિત કરીને ભક્તો ગણેશ વંદના કરી રહ્યા છે.આ સિવાય ધોળકા તાલુકાના કોઠ, ઉંઝાના ઐઠોર ગણપતિ મંદિર, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં વિવિધ પંડાલોમાં ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી ભક્તો અબીલ-ગુલાલની છોળો, ઢોલ-નગારા સાથે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરશે.
ભગવાન ગણેશ તમામ સંકટ-વિઘ્નો દૂર કરી સુખ-શાંતિ લાવે તેવા આશયથી ભક્તો ગણેશ ચતુર્થીના પર્વથી પોતાની આસૃથા અનુસાર માટીની મૂર્તિ લાવી ઘર-ઓફિસ-પોતાની સોસાયટીમાં ગણેશજીની સૃથાપના કરીને ભક્તિ કરે છે. શાસ્ત્રવિદોના મતે દોઢ દિવસ-ત્રણ દિવસ-પાંચ દિવસ -સાત દિવસ કે અનંત ચતુર્દશી સુધી પૂજન-અર્ચન કરીને ગણેશ વિસર્જન કરાશે.
ભગવાન ગણેશ જ્ઞાન , બુદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે ,,ગણેશ જન્મોત્સવને ગણેશ ચતુર્થીના દિવસે મનાવવામાં આવે છે..દર વર્ષે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે આ પર્વ મનાવવામાં આવે છે..આજથી શરૂ થયેલા ગણેશ ચતુર્થીના પર્વને આગામી 10 દિવસ સુધી મનાવવામાં આવશે..ગણેશ પંડાલોમાં ગણેશજીની પ્રતિમા વાજતેગાજતે સ્થાપિત કરવામાં આવી રહી છે..
