PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપી
Live TV
-
પ્રધાનમંત્રીએ ટ્વીટર પર લખ્યુ , ગણપતિ બાપ્પા મોરિયા
આજે ગણેશ ચતુર્થીના પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે..ગણેશ ચતુર્થીના પર્વ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે..રાષ્ટ્રપતિએ ટ્વીટ કરતા લખ્યુ છે કે ગણેશ ચતુર્થીના શુભ અવસરે તમામ દેશવાસીઓને શુભકામના, મારી કામના છે કે ભગવાન ગણેશના આશીર્વાદથી તમામને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય.. રાષ્ટ્રપતિએ અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામના પાઠવી છે..
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે તમામ દેશવાસીઓને પાવન પર્વ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. ગણપતિ બાપ્પા મોરિયા
મહત્વનુ છે કે ભગવાન ગણેશ જ્ઞાન , બુદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે ,,ગણેશ જન્મોત્સવને ગણેશ ચતુર્થીના દિવસે મનાવવામાં આવે છે..દર વર્ષે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે આ પર્વ મનાવવામાં આવે છે..આજથી શરૂ થયેલા ગણેશ ચતુર્થીના પર્વને આગામી 10 દિવસ સુધી મનાવવામાં આવશે..ગણેશ પંડાલોમાં ગણેશજીની પ્રતિમા વાજતેગાજતે સ્થાપિત કરવામાં આવી રહી છે..
