Skip to main content
Settings Settings for Dark

ચંદ્રયાન-2નું લેંડર વિક્રમ આર્બિટરથી સફળતાપૂર્વક થયું અલગ

Live TV

X
  • ભારતનું અંતરિક્ષ મિશન ચંદ્રયાન-2 સતત સફળતાની નવી સીડીઓ ચઢી રહ્યુ છે. આજે ઈસરો માટે અત્યંત મહત્વનો દિવસ છે. ચંદ્રયાન-2નું લેંડર વિક્રમ આજે આર્બિટરથી સફળતાપૂર્વક અલગ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે ચંદ્રયાન-2ને તેના આર્બિટરે ચંદ્રની પાંચમી અને છેલ્લી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યુ છે. આ સાથે જ એ પણ અપેક્ષા રખાઈ રહી છે કે લેંડર વિક્રમ સાત સપ્ટેમ્બરે ચંદ્રની સપાટીએ સફળતા પૂર્વક ઉતરશે. લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક "વિક્રમ સારાભાઇને" નામે રખાયું છે. આ પ્રક્રિયામાં આશરે 52 સેકેન્ડ જેટલો સમય લાગ્યો હતો. આર્બિટર આવતા એક વર્ષ સુધી ચંદ્ર "પરિભ્રમણ" કરતું રહેશે. આ દરમિયાન તે ચંદ્ર સપાટીની તસવીરો લેશે અને ચંદ્રના બહારના વાતાવરણની જાણકારી મેળવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply